Get The App

ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં સરેરાશ 68 ટકાથી વધુ વરસાદ, સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમ હાઈએલર્ટ 1 - image


Gujarat Rain Data: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 76.40 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં 3 ઇંચથી વધુ, માળિયાહાટીમાં 2 ઇંચથી વધુ જ્યારે ડાંગ આહવા, અબડાસા, કામરેજ અને સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ આ ઉપરાંત 24 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. 

ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત‌‌ એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 87 ટકાથી વધુ વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 2.73 લાખ હેક્ટરમાં સોયાબીન જ્યારે ત્રીજા ક્રમમાં 8.43 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતના માછીમારોને તા. 18 થી 21 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવા IMD દ્વારા જણાવાયું છે. 

Tags :