Gujarat

ગુજરાતમાં 41 મેડિકલ કોલેજોને માન્યતા ન મળતા પ્રવેશ પ્રક્રિયા અટકી, NMCએ હજુ સુધી નથી કર્યું કોલેજોનું ઇન્સ્પેક્શન

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
નેશનલ મેડિકલ કમિશન (NMC)ના વર્ષ 2022ના નવા નિયમ મુજબ મેડિકલ કોલેજોએ દર વર્ષે માન્યતા મેળવવા માટે મંજૂરી લેવાની હોય છે. જેમાં NMCએ હજુ સુધી કોલેજોનું ઇન્સ્પેક્શન કર્યું નથી, ત્યારે ગુજરાતની 41 મેડિકલ કોલેજો સહિત કુલ 148 કોલેજોને માન્યતા ન મળતા વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા અટકી પડી હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 41 મેડિકલ કોલેજોને માન્યતા ન મળતા પ્રવેશ પ્રક્રિયા અટકી, NMCએ હજુ સુધી નથી કર્યું કોલેજોનું ઇન્સ્પેક્શન
પ્રતિકાત્મક તસવીર

Medical College Admissions : નેશનલ મેડિકલ કમિશન (NMC)ના વર્ષ 2022ના નવા નિયમ મુજબ મેડિકલ કોલેજોએ દર વર્ષે માન્યતા મેળવવા માટે મંજૂરી લેવાની હોય છે. જેમાં NMCએ હજુ સુધી કોલેજોનું ઇન્સ્પેક્શન કર્યું નથી, ત્યારે ગુજરાતની 41 મેડિકલ કોલેજો સહિત કુલ 148 કોલેજોને માન્યતા ન મળતા વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયા અટકી પડી હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. 

ગુજરાતમાં 41 મેડિકલ કોલેજોને માન્યતા ન મળતા પ્રવેશ પ્રક્રિયા અટકી

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના પરિણામ જાહેર થયાં બાદ MBBS બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી છે. જ્યારે મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. આ અંગે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 'ધો.12 સાયન્સના પરિણામ આવ્યા એના 45 દિવસથી વધુનો સમય પસાર થઈ ગયો છે અને 81 હજારથી વધુ વિદ્યાર્થી NEETની પરીક્ષા પાસ કરીને મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે રાહ જોઈ રહ્યા છે.

પરંતુ ત્યારે મેડિકલ ક્ષેત્રની કોલેજોને આજદિન સુધી માન્યતા મળી નથી. જેમાં NMC દ્વારા કોલેજોનું ઈન્સ્પેક્શન અટકી પડ્યું છે. કેન્દ્રીય સરકાર તાત્કાલિક મેડિકલ કોલેજની પ્રવેશ પ્રક્રિયાની કામગીરીને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.'

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં થશે જળબંબાકાર

મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 'કુલ 148 કોલેજોને માન્યતા આપવાની બાકી છે, જેમાં કુલ બેઠકો 16,538 થાય છે. જેમાં ડેન્ટલની 13, આયુર્વેદની 44, હોમિયોપેથીની 48 અને એમબીબીએસની 41 કોલેજોને માન્યતા અપાઈ નથી. '