અનેક કલ્યાણ સંસ્થાનો એક્ટિવ છતાં ગુજરાતમાં 25થી 30% બિનઉપયોગી પશુઓને કતલખાને ધકેલાય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: માણસ મુખ્યત્ત્વે બે પાયાની આર્થિક પ્રવૃત્તિઓ સાથે શરૂઆતથી જ જોડાયેલો છે. એક ખેતી અને બીજી પશુપાલન. આ બંને વ્યવસાય એકબીજાના પૂરક છે. પરંતુ દુધની માંગ વધતા આજે પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. પશુઓ તરફથી માનવીને ડેરી વ્યવસાય, ઘોડા-ઉંટ જેવા પશુઓથી વાહન વ્યવહાર, બળદ પાસેથી ખેતી તો બીજી બાજુ મરઘાં-બતકાં ઉછેર પણ આગવો વ્યવસાય છે.ટુંકમાં માનવીની દરેક પ્રવૃત્તિઓમાં પશુધન આગવું સ્થાન ધરાવે છે. પરંતુ જ્યારે આ બધા પ્રાણીઓ બિનઉપયોગી થઈ જાય ત્યારે તેને છેલ્લે કતલખાને જ મોકલી દેવાય છે.
કતલખાને પહોંચાડવામાં આવતાં પશુઓના આંકડાઓ સતત વધી
પહેલાના સમયમાં પશુઓને પરિવારના એક સભ્ય તરીકે ગણવામાં આવતાં હતા. જ્યારે પશુનું મૃત્યુ થાય ત્યારે તેને ખેતર અથવા યોગ્ય જગ્યાએ સમાધી આપવામાં આવતી. પરંતુ અત્યારે પશુઓનો માત્ર કમાણીના સાધન તરિકે જ ઉપયોગ કરવામાં આવે છે. તેથી પશુ ઘરડાં કે બિનકાર્યક્ષમ થતાં છેલ્લે તો કતલખાને જ પહોંચે છે. જાણકાર સૂત્રોના અભિપ્રાય અનુસાર, રાજ્યમાં 25થી 30 ટકા બિનઉપયોગી પ્રાણીઓ કતલખાનાના દરવાજે પહોંચાડવામાં આવે છે. જો કે, આ પશુઓન કતલખાને પહોંચતા અટકાવવા રાજ્યમાં જીવદયા, કરૂણા ટ્રસ્ટ અને પશુ કલ્યાણ જેવી સંસ્થાઓ કાર્યરત છે. છતાં પણ રખડતાં ઢોર અને કતલખાને પહોંચાડવામાં આવતાં પશુઓના આંકડાઓ સતત વધી રહ્યા છે.

આટલા પશુઓ કતલખાને શા માટે પહોંચે છે?
રખડતાં ઢોર અને આખલાઓની શહેરી સ્તરે નગરપાલિકા અને ગ્રામ્ય સ્તરે પંચાયતની જવાબદારી બને છે કે આ પશુઓને પકડી પાંજરાપોળ અથવા તો ગૌશાળામાં મૂકવાં. પરંતુ આ જવાબદારી નિભાવવામાં બંને નિષ્ફળ છે. તેથી આ પશુઓ કતલખાને પહોંચે છે કા તો ગ્રામ્ય વિસ્તારમાંથી ખેતરોમાં જઈ પાકને નુકશાન કરે છે અથવા તો માર્ગો પર આવી જાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કિડનીના 2230 જેટલા દર્દીઓ ડોનરની રાહતમાં, જાણો કેમ વધી રહ્યા છે આ રોગના કેસ
દુધાળાં પશુઓમાં બળદ અને પાડાનો જન્મદર શા માટે ઘટી રહ્યો છે?
માનવીમાં જેમ પુત્ર પ્રાપ્તી માટે ઘેલછા છે એવી જ રીતે પ્રાણીઓમાં પણ ગાય અને ભેંસ જન્મે એ માટે થઇને કૃત્રિમ બિજદાનનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. જેથી બળદ અને પાડાનો જન્મ ખૂબ ઓછો થાય છે. નિષ્ણાંતોના મતે આ બંનેનો જન્મદર ૨થી ૫ ટકા માંડ હોય છે.








