(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી ૨૬મી માર્ચથી શરૃ થનારી ટુર્નોમેન્ટની ટિકીટ પર આ વરસથી ૪૦ ટકા જીએસટી-ગુડ્સ એન્ડ સવસ ટેક્સ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે જીએસટી કાઉન્સિલ દ્વારા ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૈંઁટિકિટ્સ તેમજ કસિનો, સટ્ટાબાજી, જુગાર, લોટરી અને ઓનલાઈન ગેમિંગ જેવી પ્રવૃત્તિઓ પર નવો ૪૦ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આ તમામ સેવાઓને હવે અલગ હાઈ ટેક્સ કેટેગરીમાં મૂકવામાં આવી છે.આ કેટેગરીમંાં આઈપીએલની મેચની ટિકીટને પણ સમાવી લેવામાં આવી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચ માટે લેવાતી એન્ટ્રી ફી, ટિકિટ ચાર્જ વગેરે બધુ જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ ટેક્સેબલ સપ્લાય ગણાય છે. તેથી જ ભારતમાં યોજાતી આઈપીએલની મેચોની ટિકિટ પર ૪૦ ટકા જીેએસટી લાગુ કરવામાં આવ્યો છે, કારણ કે આઈપીએલની મેચને લક્ઝરી-પ્રીમિયમ ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ સવસ માનવામાં આવે છે. આઈપીએલની ટિકિટ્સ પર ૨૮ ટકાથી વધારીને ૪૦ ટકા કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોને ખાસ લક્ઝરી ટેક્સ સ્લેબ હેઠળ મૂકવામાં આવી છે. આઈપીએલની ક્રિકેટ મેચોને જીએસટી હેઠળ સ્પોટગ ઇવેન્ટમાં પ્રવેશ તરીકે ટેક્સેબલ સવસ માનવામાં આવે છે. તેથી જ આઈપીએલની મેચ જોવા માટે ખરીદવામાં આવેલી ટિકિટ પર વધુ જીેએસટી વસૂલવામાં આવે છે. આઈપીએલનો રેક્રિએશનલ, કલ્ચરલ અને સ્પોટગ સવસિસનો સમાવેશ થાય છે.
તેથી જ ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી લાગુ કરવામાં આવેલા જીએસટીના નવા નિયમો મુજબ આઈપીએલની મેચની ટિકિટ પર ૪૦ ટકા જીેસટી લાગુ પડે છે. આ દર લક્ઝરી અને ડિમેરિટ સેવાઓને પણ લાગુ પડે છે. અન્ય ડિમેરિટ સેવાઓમાં કસિનો અને સટ્ટાબાજી માટે લાગુ થતી ખાસ હાઈ ટેક્સ કેટેગરીનો સમાવેશ થાય છે. પરિણામે જીએસટીનો દર ઊંચા જતાં આઈપીએલની ટિકિટની ફાઈનલ વેચાણ કિંમત વધી જશે. પરિણામે આઈપીએલની મૂળ ટિકિટ કિંમત રૃ.૩,૦૦૦ હોય તો તેના પર ૪૦ ટકા જીએસટી લાગે તો તેની વેચાણ કિંમત વધીને રૃ. ૪૨૦૦ થઈ જશે.
ભારતમાં સ્પોર્ટ્સ માર્કેટ દેશની વાષક આવકમાં અંદાજે ૮ ટકાનો ફાળો આપે છે. ક્રિકેટ પ્રત્યે લોકોના ભારે ક્રેઝને કારણે ટેક્સ વધવા છતાં ટિકીટનું ધૂમ વેચાણ થાય છે. જો ટિકિટિંગ વેબસાઇટ્સ અથવા ફ્રેન્ચાઇઝી જીએસટીના નિયમોનું પાલન નહીં કરે તો તેમને ભારે દંડ ભરવો પડી શકે છે.


