જામનગરમાં જી.એસ.ટી.ચોરીના કરોડોનાં કૌભાંડ વચ્ચે જીએસટી વિભાગનો વધુ એક પેઢીમાં દરોડો

જામનગરમાં જીએસટીનું 500 કરોડનું કૌભાંડ ચર્ચામાં છે, ત્યારે જ સેન્ટ્રલ જીએસટી વિભાગ શંકરટેકરી વિસ્તારની એક પેઢી પર ત્રાટકતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શંકરટેકરી-ઉદ્યોગનગરમાં આવેલ જાનવી એગ્રીટેક નામની પેઢીમાં જીએસટીની ટીમ દ્વારા દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેનાં નિષ્કર્ષ અંગે હજુ સત્તાવાર કોઈ ઘોષણા થઇ નથી, પરંતુ જીએસટીનાં નવા દરોનાં અમલીકરણ પછી શહેરમાં સતત જીએસટી વિભાગની કાર્યવાહીથી વેપારી વર્ગમાં અફરાતફરી મચી ગઇ છે.
શહેરમાં સૈંકડો કરોડોનાં માનવામાં આવતા જીએસટી કૌભાંડમાં કાર્યવાહી દરમ્યાન જ કેન્દ્રમાંથી ત્રાટકેલી જીએસટી ટીમની શંકરટેકરી વિસ્તારમાં આવેલ પેઢી પર કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.