બિપરજોય વાવાઝોડા કારણે GSSSBની ખાતાકીય પરીક્ષાઓ મોકૂફ
19થી 24 જૂન દરમિયાન યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
આગામી કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે
બિપરજોય વાવાઝોડાને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની 19થી 24 જૂન દરમિયાન યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ખાતાકીય પરીક્ષા માટે આગામી કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
આગામી કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર જાહેર કરાશે
બિપરજોય વાવાઝોડાને પગલે હજુ ગઈકાલે જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 19મી તારીખે લેવાનાર મદદનીશ વન સંરક્ષક વર્ગ-2ની લેખિત પરીક્ષા તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્ટેનોગ્રાફર વર્ગ-2 અને વર્ગ-3 સવર્ગની મુખ્ય પરીક્ષા આગામી તારીખ 17 અને 18મી જૂનના રોજ યોજાનાર હતી જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે આજે વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અન્વયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષા તારીખ 19 જૂનથી તારીખ 24 જૂન સુધી લેવાનાર હતી જે બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મંડળ દ્વારા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ અને આગામી કાર્યક્રમની માહિતી મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે.