ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડે જાહેર કરી અગત્યની સુચના, પરીક્ષાર્થીઓ ખાસ વાંચી લે
GSEB News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની જાહેર પરીક્ષા તા.27/02/2025 થી શરૂ થવાની છે. ત્યારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત બોર્ડે જાહેર કરી છે. ઉત્તરવહીમાં આપવામાં આવેલી પરીક્ષાર્થી માટે અગત્યની સૂચનાઓ અંગે જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે માટે આ સાથે ઉત્તરવહીના કવર પેજ 2 ઉપર આપવામાં આવેલ સૂચનાઓ આ સાથે સામેલ છે. જેનો અભ્યાસ દરેક પરીક્ષાર્થી કરી શકે તે માટે જાહેર કરવામાં આવેલ છે.