અમદાવાદ નજીક ભાત ગામે લગ્ન પ્રસંગમાં લાકડીઓ ઉડી, હિંસક મારામારીમાં 4 ઇજાગ્રસ્ત
Group Clash Near Ahmedabad : હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દસ્ક્રોઇ નજીક ભાત ગામમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણું સર્જાયું છે. લગ્ન પ્રસંગ મારામારીના દ્વશ્યો સામે આવ્યા છે. નજીવી બાબતે ઠપકો આપતાં લાકડી અને ઇંટો વડે હુમલો કર્યો છે. આ હિંસક હુમલામાં 4 લોકોને ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ નજીક આવેલા ભાત ગામે લગ્ન પ્રસંગમાં યુદ્ધ જેવો માહોલ જામ્યો હતો. પૂરપાટ ઝડપે બાઇક હંકારી રહેલા યુવકે મહિલાને ટક્કર મારી હતી. જેને લઇને પરિવારજનોએ યુવકને ઠપકો આપ્યો હતો.
ત્યારબાદ યુવક ત્યાંથી નીકળી હતો, પરંતુ થોડીવાર પછી પોતાના સમર્થકો લઇને લગ્ન સ્થળે પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષો શાબ્દીક બોલાચાલી થઇ હતી અને મામલો ઉગ્ર બની જતાં મારામારીના દ્વશ્યો સર્જાયા હતા.
યુવક સાથે આવેલા લોકોએ લાકડી અને ઇંટો વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં બંને પક્ષના મળીને કુલ 4 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.