ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, 21 ઓક્ટોબરથી મગફળી-સોયાબીનની ટેકાના ભાવે થશે ખરીદી
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડના કિંમતની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી
રૂ. 420 કરોડની 91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાશે
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે 'X' ટ્વિટર પર ટ્વિટ કરીને ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં આગામી તા. 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમજ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડના કિંમતની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી તેમજ રૂ. 420 કરોડની 91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરાશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવીને ખેડૂત ભાઈઓ જોડાઈ શકે છે.