Get The App

ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
ગઢડા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ 1 - image

- પ્રારંભે સહકારી ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતી રહી 

- પ્રતિ મણ રૂા 1452 લેખે ખાતાદિઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે

ગઢડા : ગઢડા માર્કેટિંગ યાર્ડમાં રાજય ખરીદી એજન્સી ઈન્ડી એગ્રો તથા પેટા ખરીદી એજન્સી ગઢડા તા.સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂત ખાતેદારો પાસેથી પ્રતિ મણ રૂા ૧૪૫૨ ના ભાવથી ખાતાદિઠ ૧૨૫ મણ મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો.

રાજય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં રાજયમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ત્યારે રવિવારે ગઢડા માર્કેટયાર્ડમાં આજે મગફળી ખરીદી કેન્દ્રના પ્રારંભે સુરેશભાઈ ગોધાણી, પ્રમુખ બોટાદ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,સુભાષભાઈ હુંબલ, ચેરમેન એપીએમસી ગઢડા, હિરાભાઈ મકવાણા, પ્રમુખ, ગઢડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ, મુકેશભાઈ હિહોરીયા પ્રમુખ બોટાદ જિલ્લા કિસાન મોરચો, સહકારી અગ્રણીઓ માર્કેટયાર્ડ તથા તાલુકા સંઘના ડાયરેક્ટર્સ, સમિતિના સેક્રેટરી બીપીનભાઈ ચાવડા, તાલુકા સંઘના મેનેજર પ્રફુલ્લભાઈ શેઠ, મોન્ટુભાઈ વાજા, તથા તાલુકામાંથી મગફળી વેચાણ માટે આવેલા ખેડૂતભાઈઓ હાજર રહ્યા હતા.