Get The App

ગુજરાતમાં આ વર્ષે મગફળીનો અધધ... 66 લાખ ટન પાક થશે

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં આ વર્ષે મગફળીનો અધધ... 66 લાખ ટન પાક થશે 1 - image


રાજ્યમાં ઐતહાસિક 22 લાખ હેક્ટરનું ખરીફ વાવેતર  : ગત વર્ષના રેકોર્ડ પાકથી પણ 27 ટકા વધારે! : નવરાત્રિથી બજારમાં ઢગલા થશે : સિંગતેલ આ વર્ષે સસ્તું મળવા આશા 

 રાજકોટ, : ગુજરાતમાં સામાન્ય રીતે મગફળીનું વાવેતર કપાસના વાવેતર કરતા 8 લાખ હેક્ટર ઓછું હોય છે પરંતુ, આ વર્ષે તેથી વિપરીત વલણ ખેડૂતોમાં જોવા મળ્યું છે. પ્રથમવાર આ વર્ષે આજ સુધીનું મગફળીનું ખરીફ વાવેતર ઐતહાસિક 22 લાખ હેક્ટરને પાર થઈ ઐતહાસિક ઉંચાઈએ પહોંચ્યું છે જે કપાસ કરતા પણ 1.20 લાખ હે.વધુ છે. જેના પગલે કૃષિવિભાગ દ્વારા આજે જારી કરાયેલા પાકના પ્રથમ અંદાજ મૂજબ રાજ્યમાં ગત વર્ષનો રેકોર્ડ તોડીને અધધ 66 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ જારી કરાયો છે. 

ગત વર્ષ ઈ.સ. 2024-25માં મગફળીનું ખરીફ ઉત્પાદન 50.86 લાખ ટન અને આ પાક ઉનાળામાં પણ આંશિક રીતે લેવાતો હોય વર્ષનું કૂલ ઉત્પાદન 52.20 લાખ ટન નોંધાયું હતું જે અગાઉના વર્ષ કરતા સર્વાધિક હતું. આ વર્ષે માત્ર ખરીફ ઉત્પાદન જ 66 લાખને પાર થશે. અર્થાત્ ગત વર્ષના રેકોર્ડ ઉત્પાદનમાં પણ 27 લાખનો વધારો નોંધાઈને ઐતહાસિક ઉંચાઈ પ્રાપ્ત કરી છે.  યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂ।. 900થી 1200 વચ્ચે ચાલી રહ્યો છે જે એકંદરે વર્ષ દરમિયાન સ્થિર રહ્યા છે જ્યારે સરકારે ટેકાનો ભાવ રૂ।. 1453 પ્રતિ મણ નક્કી કરેલ છે, અર્થાત્ આ ભાવથી સરકાર નજીકના ભવિષ્યમાં ખરીદી કરશે. કૂલ ઉત્પાદિત પાકના આશરે 25 ટકા ટેકાના ભાવે ખરીદી થતી હોય છે. નવરાત્રિ દરમિયાન કે તે પહેલા જ મગફળી ઢગલાબંધ બજારમાં ઠલવાવાનું શરૂ થશે.  સૌરાષ્ટ્ર તેલ બજારમાં સિંગતેલના ભાવ રૂ।.2310- 2360 થી સોદા થઈ રહ્યા છે, કપાસિયા-મગફળી તેલ વચ્ચે માત્ર રૂ।. 60નો ફરક રહ્યો છે. મબલખ ઉત્પાદનના પગલે આગામી વર્ષે લોકોને સસ્તુ સિંગતેલ મળવાની શક્યતા છે

Tags :