Get The App

લીલા શાકભાજીના ભાવ આસમાને, 40 ટકા સુધીના વધારાથી કિચન બજેટ ખોરવાયું

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
લીલા શાકભાજીના ભાવ આસમાને, 40 ટકા સુધીના વધારાથી કિચન બજેટ ખોરવાયું 1 - image


- ગોહિલાવડામાં શાકભાજીના નહિવત ઉત્પાદનના કારણે બેવડો માર 

- વરસાદના કારણે શાકભાજી પહોંચાડતી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા મંદ થવાની સાથે બગાડની ટકાવારી વધતાં ભાવ વધ્યા  

ભાવનગર : ગોહિલવાડમાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલાં વરસાદના કારણે લીલા શાકભાજીના ભાવ સડસડાટ રીતે આસમાનને આંબી ગયા છે. વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે. 

ભાવનગર જિલ્લામાં શાકભાજીનું ઉત્પાદન નહિંવત હોવાથી દૈનિક માંગને લઈ મોટાભાગના લીલા શાકભાજી સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય પ્રાંતોમાંથી ભાવનગર આવી રહ્યા છે. જો કે, શહેર જિલ્લામાં પડી રહેલાં વરસાદના કારણે આ આવકમાં ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ખોરવાયો છે જેના કારણે લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. આ પણ અધુરૂં હોય તેમ સ્થાનિક કક્ષાએ ઉતાપાદિત થતાં શાકભાજી વરસાદમાં પળળી જવાના કારણે તેમાં બગાડની ટકાવારી વધતાં રોજિંદા વપરાશ સામે વ્યાપક પ્રમાણમાં ઘટ ઉભી થતા લીલી શાકભાજીના ભાવ રોકેટ ગતિએ આસમાને આંબ્યા છે. જેમાં મુખ્યત્વે ચોળી, કંટોળા, ગુવાર, રીંગણા, ટમેટા, દુધી, કોબીઝ અને ફલાવર સહિતના શાકભાજીના ભાવમાં સરેરાશ રૂા.૪૦થી રૂા.૭૦ સુધીનો જયારે તુરીયા, કારેલા, પરવળ, ટીંડોરા સહિતના શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂા રૂા.૩૦ સુધીનો વધારો થયો છે.જેના કારણે ગૃહિણીઓનેના છુટકે મોંઘા શાકભાજી ખરીદવાની નોબત આવતાં તેની કિચન બજેટ પર અસર થઈ રહી છે.

Tags :