સામાન્ય સભામાં 47 કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી
- હળવદ નગરપાલિકાની
- કોંગ્રેસે ભાજપ શાસિત પાલિકા સામે કોંગ્રેસ કાર્યક્રમો યોજ્યા પણ શહેરીજનો નહીં જોડતા ફિયાસકો થયો
હળવદ : હળવદ નગરપાલિકાની સામાન્ય સભામાં ૪૭ કામોની સાથે એજન્ડા મુજબના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. સામાન્ય સભા પહેલા કોંગ્રેસે ભાજપ શાસિત પાલિકા સામે કોંગ્રેસ કાર્યક્રમો યોજ્યા હતા પણ શહેરીજનો નહીં જોડતા ફિયાસકો થયો હતો.
હળવદ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન થયું હતું. જેમાં તમામ ૨૮ સભ્યોઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખનાં અધ્યક્ષ સ્થાનેથી મળેલી સભામાં જુદા જુદા કુલ એજન્ડા મુજબના ૧થી ૪૬ મુદા અને અને અધ્યક્ષસ્થાનેથી ૫ મુદ્દાઓ મળી કુલ ૫૧ જુદા જુદા વિકાસકામોના ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં એમ્બ્યુલન્સ વસાવવી અને નવું ફાયર વાહન અને સાધનો તથા હળવદ નગરપાલિકા બિલ્ડીંગ તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થામાં સોલાર પાવર આધારિત વ્યવસ્થા હાથ ધરવાનું આયોજન, તથા તિરંગા સર્કલ બનવાનું કામ, અને પાણીની પરિસ્થિતિમાં સુધારો થાય અને પાણી વિતરણમાં વધુ અસરકારક કામગીરી હાથ ધરી શકાય તે માટે નલ સે જલ યોજનાનાં કામો સહિતના અનેક વિધ કામો હાથ ધરવાના ઠરાવો બહુમતે પસાર કરવામાં આવ્યા હતા.
સભા દરમિયાન ભાજપ શાસિત હળવદ નગરપાલિકાથી હળવદના નગરજનો સંતુષ્ટ ન હોય તેવો કોંગ્રેસ દ્વારા કાયક્રમ યોજી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં કોઈએ સહી જ નહીં કરતા કાર્યક્રમનો ફિયાસકો થયો હતો. આ કાર્યક્રમમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર અને બીજા તાલુકાના લોકો જોડાયાનો આક્ષેપ સતાપક્ષે કર્યો હતો.