Get The App

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કરાઈ સ્થગિત

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કરાઈ સ્થગિત 1 - image

Gram Panchayat Elections: કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર, ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 15(1) અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) અને 70 મુજબ રાજ્યની કુલ 8326 જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી યોજવા તારીખો નક્કી કરાઈ છે. 

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના તા.29-05-2025ના પત્રથી જણાવ્યા મુજબ, વિધાનસભાની પેટા ચૂંટણી-2025ની કામગીરીમાં સંબંધિત વિધાનસભા મતવિભાગોનો તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં રોકાયેલ છે, જેથી 24-કડી (અ.જા) વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ કડી અને જોટાણા તાલુકા તથા 87-વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) તથા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવે છે. આ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હવે પછી નવેસરથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. 

કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કરાઈ સ્થગિત 2 - image