Gujarat

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
રેશનિંગના અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નિવાર (14મી ફેબ્રુઆરી)થી ગ્રેઈન એટીએમ ઉપરાંત દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે. ગ્રેઈન એટીએમમાં 24 કલાક લોકોને રેશનિંગનું અનાજ મળી શકશે. તેમજ તુવેરદાળ અને ચણાનું છૂટકના બદલે એક કિલોના સીલબંધ પેકિંગમાં વિતરણ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત

Government Scheme: રેશનિંગના અનાજની જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નિવાર (14મી ફેબ્રુઆરી)થી ગ્રેઈન એટીએમ ઉપરાંત દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે. ગ્રેઈન એટીએમમાં 24 કલાક લોકોને રેશનિંગનું અનાજ મળી શકશે. તેમજ તુવેરદાળ અને ચણાનું છૂટકના બદલે એક કિલોના સીલબંધ પેકિંગમાં વિતરણ કરવામાં આવશે.

દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો આજથી પ્રારંભ

ગાંધીનગર ખાતે આજે યોજાનારા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવશે. ડીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી આધારિત આ યોજના હેઠળ અમદાવાદના સાબરમતી, સુરત, આણંદ અને વલસાડ જિલ્લાના 26,333 પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર તેની અમલવારી થશે. સાબરમતી ઝોનમાં અન્નપૂર્તિ ગ્રેઈન એટીએમ શરૂ કરાશે. જ્યાંથી લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળતું થશે. 

આ પણ વાંચો: શિવના અશ્રુમાંથી જન્મેલા 'રુદ્રાક્ષ'નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા

ફક્ત 35 સેકન્ડમાં 25 કિલો સુધીનું અનાજ મેળવી શકાશે, તેવો પણ દાવો તંત્ર દ્વારા કરાયો છે. જ્યારે એનએફએસએ યોજના હેઠળના પરિવારોને હવેથી તુવેરદાળ અને ચણાનું છૂટકના બદલે એક કિલોના પેકિંગમાં વિતરણ કરાશે. જેનાથી તેની ગુણવાા અને શુદ્ધતા જળવાઈ રહેશે. આ સિવાય નર્મદાના ગરુડેશ્વર તાલુકાને કૂપોષણ મૂક્ત બનાવવાનું અભિયાન સહિતના પ્રકલ્પોનો પ્રારંભ કરાશે.

ડિજિટલ કરન્સી આધારિત વિતરણ વ્યવસ્થા કેવી રીતે કામ કરશે?

જાહેર વિતરણ વ્યવસ્થામાં સીબીડીસીના ઉપયોગથી સબસીડી ટ્રાન્સફર કરાશે. જે અંતર્ગત લાભાર્થીને તેના વોલેટમાં ટોકન મળશે. આ ટોકનમાં વસ્તુનું નામ, વજન અને કિંમતની વિગતો આપવામાં આવી હશે. સ્માર્ટ ફોન હોય તો ક્યુઆર કોડ દ્વારા અને સાદો ફોન હોય તો ઓટીપી દ્વારા અન્ય કોઈ પ્રક્રીયાની પળોજણ વગર લાભાર્થીઓ અનાજ મેળવી શકશે.