GPSC દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરાયું, 2023માં 62 ભરતી પરીક્ષાઓ યોજાશે
ગુજરાતમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છે
| ||
ગાંધીનગર, 30 જાન્યુઆરી 2023 સોમવાર
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો મામલો હજી સળગતો છે. ત્યાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં યોજાનારી તમામ ભરતી માટે GPSC દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર પ્રમાણે મે મહિનાથી તમામ પરીક્ષાઓ લેવામાં આવશે. આ વર્ષે કુલ 62 જેટલી જુદી-જુદી પરીક્ષા લેવાની છે.
કુલ 62 પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે
GPSC દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર પ્રમાણે 2023માં કુલ 62 પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષાઓમાં નાયબ નિયામક, કાયદા અધીક્ષક, ટેક્નિકલ ઓફિસર સહિત અનેક ભરતી છે. જયારે જૂન 2023માં કુલ 15 જુદી-જુદી જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે.
ડિસેમ્બર મહિનામાં 13 જેટલી પરીક્ષા લેવામાં આવશે
આ ઉપરાંત જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે.ઓગસ્ટ મહિનામાં 6 જગ્યાઓ પર સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં આયોગ દ્વારા 14 પરીક્ષા લેવાશે. જ્યારે નવેમ્બર મહિનામાં કુલ સાત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જ્યારે ડિસેમ્બર મહિનામાં 13 જેટલી પરીક્ષા લેવામાં આવશે.