Get The App

GPSC ઉમેદવારો ધ્યાન આપે, 11 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
GPSC ઉમેદવારો ધ્યાન આપે, 11 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ 1 - image


GPSC Exam: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળે પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણાને નષ્ટ કરી મૃતકોની મોતનો બદલો લીધો હતો. જોકે, આ ત્યારબાદથી પાકિસ્તાને ભારતીય સરહદો પર હુમલો શરૂ કરી દેતાં બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતની કચ્છ સરહદ પર પણ પાકિસ્તાન આર્મી તરફથી ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે, જેને કારણે તંગદિલી સર્જાઈ છે. એવામાં હવે રવિવારે (11 મે) યોજાનારી GPSCની પરીક્ષાને લઈને મોટી અપડેટ  છે. 

આ પણ વાંચોઃ વડોદરા કોર્પોરેશનની રીવ્યુ બેઠકમાં પ્રિમોન્સૂનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના

GPSCની પરીક્ષા યથાવત્

GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે કે, 'ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવનારી આવતી કાલ (11 મે)ની પરીક્ષા યથાવત રહેશે.' આ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ જ રહેશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં યુનિવર્સિટી-કોલેજોની પરીક્ષા રદ કે મોકૂફ રખાઈ નથી, વાઈરલ પરિપત્ર ફેક

નોંધનીય છે કે, GPSC દ્વારા રવિવારે (11 મે) Assistant Environment Engineer, (GPCB), Class-2ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

GPSC ઉમેદવારો ધ્યાન આપે, 11 મેના રોજ લેવામાં આવનારી પરીક્ષા રાબેતા મુજબ 2 - image



Tags :