Get The App

તજજ્ઞો સામે સવાલ ઊઠતાં GPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટર માટેના 30 ઉમેદવારોના ઈન્ટરવ્યૂ રદ કર્યા

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
તજજ્ઞો સામે સવાલ ઊઠતાં GPSCએ ડ્રગ ઈન્સ્પેક્ટર માટેના 30 ઉમેદવારોના ઈન્ટરવ્યૂ રદ કર્યા 1 - image


Gujarat Food and Drugs Inspector Interview : જીપીએસસીએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી કેમકે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યુ છે. 

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં જીપીએસસી દ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યાં છે.જીપીએસસી પેનલિસ્ટ નિવૃત નાયર ફુડ એન્ડ કમિશ્નર ડી.એમ. પટેલ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતાં. 

આ જ ડી.એમ.પટેલ સરદારધામ ચાલતાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 માટે મોક ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવા શું કરવું તેની ટિપ્સ આપતાં હતાં. બુધવારે સરદારધામમાં ડી.એમ.પટેલનું ખાસ લેક્ચર ગોઠવાયુ હતું. ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ કરવા શું કરવું તેની ટિપ્સ આપતાં હતાં. બુધવારે સરદારધામમાં ડી.એમ.પટેલનું ખાસ લેક્ચર ગોઠવાયુ હતું. 

ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં જીપીએસસીના પેનલિસ્ટ જ ખાનગી કોચિગ કલાસમાં જાય છે તેવી ફરિયાદ મળતાં જ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે તાત્કાલિકગ્સ ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધાં હતાં. એટલુ જ નહીં. નિવૃત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડી.એમ.પટેલને નોટિસ ફટકારી હતી. આ મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં ફુડ ઇન્સ્પેક્ટર માટે 30 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતાં. એવુ નક્કી કરાયુ છે કે, હવે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે નવેસરથી ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂની ફરીથી નવી તારીખ જાહેર કરાશે. આ ઉપરાંત નવી પેનલ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેશે. હવે જીપીએસસી પેનલિસ્ટ પાસેથી લેખિત બાંહેધરી લેશે કે, તેઓ ખાનગી કોચિંગ ક્લાસમાં નહી જાય.

Tags :