mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતના સરકારી કર્મચારી લડી લેવાના મૂડમા, પડતર પ્રશ્નોને લઈ આજે પેન ડાઉન-ચોક ડાઉન

ગુજરાત સરકાર માટે ફરી જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બન્યો

Updated: Mar 6th, 2024

ગુજરાતના સરકારી કર્મચારી લડી લેવાના મૂડમા, પડતર પ્રશ્નોને લઈ આજે પેન ડાઉન-ચોક ડાઉન 1 - image


Gujarat News : ગુજરાત રાજ્યના કર્મચારીઓએ ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે. જૂની પેન્શન સહિતની કર્મચારીઓની માંગને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ પેન ડાઉન, ચોક ડાઉન કાર્યક્રમની જાહેરાત કરી છે. આજે સરકારી કર્મચારીઓ પોતાના કામથી અળગા રહેશે, તો બીજી તરફ સરકારે પણ કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે અને કહેવામાં આવ્યું છે કે જો કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તો તેની સામે યોગ્ય પગલા લેવામાં આવશે. જો કોઈ કર્મચારી પોતાની ફરજ પર ન આવે તો તેની સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.  

આગામી સમયમાં મહાપંચાયતનું આયોજન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે કારણકે કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. હવે ફરીએકવાર સરકારી કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ આપવા સહિતના પોતાના પડતર પ્રશ્નોનું એકીકરણ કરવા તમામ અધિકારી કર્મચારીના મત મેળવવા વિવિધ હરતી ફરતી મત પેટી ફેરવાશે અને તમામ મતો એકત્ર કરી પ્રાંતની ટીમ સચિવાલયમાં આ પ્રશ્નો જમા કરાવશે. રાજ્યના તમામ કર્મચારી આજે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉનના કાર્યક્રમની જાહેરાત કરી છે. જ્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 9મીએ ગાંધીનગર ખાતે મહા પંચાયતનું આયોજન કરવામાં આવનાર છે. 

અગાઉ ગાંધીનગર ખાતે કર્મચારીઓએ ધરણા કર્યા હતા

અગાઉ સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના સહિતની પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. ગાંધીનગર (Gandhinagar)માં સત્યાગ્રહ છાવણીમાં ફેબ્રુઆરીની 23મી તારીખે સરકારી કર્મચારીઓ દેખાવ કર્યો હતો. સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી દેખાવની જાહેરાત કરવામાં આવી હતી. તેની પહેલા અધ્યાપકો-શિક્ષકો દ્વારા 14મી અને 16મી ફેબ્રુઆરીએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી. કર્મચારીઓની જૂની પેન્શન સહિત સાતમા પગારપંચના બાકી લાભો આપવા, તેમજ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું ભથ્થું આપવાની માંગ છે. ઉલ્લેખનીય છે કે મંડળે ચોથી માર્ચ સુધીમાં પ્રશ્નો હલ કરવા સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.

ગુજરાતના સરકારી કર્મચારી લડી લેવાના મૂડમા, પડતર પ્રશ્નોને લઈ આજે પેન ડાઉન-ચોક ડાઉન 2 - image

Gujarat