પરમિટવાળો દારૂ, પેટ્રોલ-ડીઝલના વેચાણ પર સરકારને રૂ. 46.26 કરોડની આવક
- નાણાંકીય વર્ષ 2023-24 ની સરખામણીએ 2024-25 માં વેટ કલેક્શનમાં ઘટાડો
- ભાવનગરમાં નાણાંકીય વર્ષ 2024-25 માં વેટ સૌથી વધારે ફેબુ્રઆરી-2024 માં અને સૌથી ઓછું સપ્ટેમ્બર-2024 માં વેટ કલેક્શન થયું
ભાવનગરમાં પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂના વેચાણ પર વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)ના સ્વરૂપે સરકારે ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ રૂ.૪૬.૨૬ કરોડની કમાણી કરી છે. જે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ની સરખામણીએ રૂ.૨.૨૬ ઓછી છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભાવનગરમાં વેટ કલેક્શન રૂ.૪૮.૫૨ કરોડ થયું હતું. ગત નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સૌથી વધારે વેટ કલેક્શન ફેબુ્રઆરી-૨૦૨૫માં રૂ.૪.૫૫ કરોડ થયું હતું. જ્યારે સૌથી ઓછું સપ્ટેમ્બર-૨૦૨૪માં રૂ.૨.૭૯ કરોડ થયું હતું. ઉલ્લેખનીય છે કે, જીએસટીના અમલીકરણ બાદ પણ પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂના ખરીદ-વેચાણ પર ટેક્સ સ્વરૂપે હજુ વેલ્યુ એડેડ ટેક્સ જ વસૂલવામાં આવે છે. આ ત્રણેય કોમોડિટિને અને તેમાંય ખાસ કરીને પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે તેવી માંગ વચ્ચે પણ સરકાર પેટ્રોલ-ડિઝલ અને પરમિટવાળા દારૂ પર વેટ યથાવત્ રાખ્યો છે.
ભાવનગરમાં 2024-25 નું વેટ કલેક્શન
માસ |
રકમ
(કરોડ રૂ.માં) |
એપ્રીલ |
૩.૧૨ |
મે |
૪.૪૯ |
જુન |
૪.૪૧ |
જુલાઈ |
૩.૬૬ |
ઓગસ્ટ |
૩.૪૩ |
સપ્ટેમ્બર |
૨.૪૯ |
ઓક્ટોબર |
૩.૬૫ |
નવેમ્બર |
૪.૦૩ |
ડિસેમ્બર |
૪.૧૨ |
જાન્યુઆરી |
૩.૭૮ |
ફેબુ્રઆરી |
૪.૫૫ |
માર્ચ |
૪.૨૨ |
કુલ |
૪૬.૨૬ |