Get The App

ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર

Updated: Nov 17th, 2024

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા 61 રસ્તા ફોરલેન-પહોળા કરાશે, રૂ. 2995 કરોડ મંજૂર 1 - image


Roads Development In Gujarat : ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં વાહન વ્યવહારની સમસ્યાઓ સર્જાતી હોય છે, ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના 61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરવા માટે 2995 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 

રાજ્યના 61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરાશે

જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા અને માર્ગોને પહોળા કરવા નિર્દેશો કરવામાં આવ્યો છે. જેમાં સરકારે 203.41 કિલોમીટર લંબાઈ ધરવતા 21 રસ્તાઓને ફોર લેન કરવા માટે 1646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ સાથે 221.45 કિલોમીટર લંબાઈના 15 માર્ગોને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા અને 388.89 કિલોમીટર લંબાઈના 25 રસ્તાઓને 7 મીટર પહોળા કરવા માટે 768.72 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 

આ પણ વાંચો : ગાંધીનગરમાં ફિલાવિસ્ટા ઉત્સવ: ટપાલ ઈતિહાસ, દુર્લભ ફિલાટેલી વસ્તુઓ જોવા મળશે

આમ સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઈને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 

Tags :