Get The App

અમદાવાદ Axis bank માંથી KYC માટે ફોન આવ્યો અને વડોદરાના વૃદ્ધના ખાતામાંથી રૂ. 9.90 લાખ ઉપડી ગયા

Updated: Oct 17th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદ Axis bank માંથી KYC માટે ફોન આવ્યો અને વડોદરાના વૃદ્ધના ખાતામાંથી રૂ. 9.90 લાખ ઉપડી ગયા 1 - image


- વૃદ્ધને બેન્ક એકાઉન્ટ હેક થયા નહીં શંકા જતા જ તત્કાળ ફોન કરવા છતાં બેંક દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા આરબીઆઈને ફરિયાદ

વડોદરા, તા. 17 ઓક્ટોબર 2023, મંગળવાર

સાયબર ક્રાઇમના રોજિંદા બનાવો બની રહ્યા હોવા છતાં અને પોલીસ દ્વારા વારંવાર સતત સતર્ક રહેવા જાહેરાત કરવામાં આવતી હોવા છતાં પણ જાણે અજાણે સાયબર ક્રાઇમનો ભોગ બને છે આવો જ એક બનાવ હરણી રોડના વૃદ્ધએ બેંક એકાઉન્ટ અપડેટ કરવાના બહાને કેવાયસીના સહારે રૂ. 9.90 લાખથી વધુની રોકડ બેંક ખાતા દ્વારા ગુમાવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ શાખામાં નોંધાઇ છે.

હરણી રોડ વિસ્તારના અમરદીપ હાઇટ્સ માં રહેતા વૃદ્ધ કુલદીપ પ્રેમનાથ ચક્રવર્તી (63) પરિવાર સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. સાયબર પોલીસને જણાવતા એમણે કહ્યું હતું કે એલિસ બ્રિજ અમદાવાદ ખાતે એક્સિસ બેન્કમાં એમનું એકાઉન્ટ છે. ગઈ 12 સપ્ટે. એ axis bank માંથી રંજન બોલું છું તેમ જણાવીને કહ્યું હતું કે તમારું કેવાયસી આજે અપડેટ કરાવો નહિતર તમારું એકાઉન્ટ બંધ થઈ જશે

આ અંગે વૃદ્ધે પ્રોસેસ પૂછતા સામે છેડે થી એપીકે ફાઈલ મોકલાવવામાં આવી હતી અને તમામ પ્રક્રિયા કેવી રીતે કરવી એ પણ જણાવ્યું હતું. આ તમામ વિગત ફોલો કરતા મને એક્સિસ બેન્ક તરફથી ટેક્સ મેસેજ આવ્યો જેમાં જણાવ્યું હતું કે તમારી એફડી ક્લોઝ થઈ ગઈ છે પરિણામે મારું એકાઉન્ટ હેક થયું હોવાનો મને વહેમ ગયો હતો જેથી બેંકમાં ફોન કરીને મારું એકાઉન્ટ ફ્રીજ કરવા બેંક સત્તાધીશોને જણાવ્યું હતું પરંતુ ત્યારબાદ તપાસ કરતાં મારા એકાઉન્ટમાંથી સમયાંતરે રૂપિયા 98 હજાર એકવાર અને રૂપિયા 8.98 લાખ મળીને કુલ રૂપિયા 9.90 લાખ મારા ખાતામાંથી યેનકેન મેળવી લીધા છે.

આમ એક્સિસ બેન્કમાંથી બોલતો હોવાના બહાને અને કેવાયસી અપડેટ કરવાના બહાના હેઠળ ઉપરાંત એક્સિસ બેન્કમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને વૃદ્ધના ખાતામાંથી ભેજાબાજ ગઠિયાએ વૃદ્ધના ખાતામાંથી કુલ રૂપિયા 9.90 લાખ ઉપાડીને ઠગાઈ કરી હતી. અનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ આદરી છે.


Tags :