વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વહીવટી વોર્ડ નં.8માં આવેલ જૂની ગોરવા ટાંકી સંપને ડીમોલીશ કરી નવિન ઉંચી ટાંકી, ભૂગર્ભ સંપ, પંપીંગ મશીનરી, ઇન્સ્ટ્રુમેન્ટેશન તથા અન્ય સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા 5 વર્ષ 0&Mના કામે ઇજારદાર મે.ક્રિષ્ના કન્સ્ટ્રકશન કુ.નું મુળ અંદાજીત રકમ રૂ.20,48,28,116 +(GST)થી 33.75% વધુ મુજબનું રૂ.27,39,57,605/-+ (GST)નું પર્સન્ટેજ રેટ ભાવપત્રને મંજૂરી મેળવી આપવા દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.
પશ્ચિમ ઝોન વિસ્તારમાં ગોરવા ટાંકી આવેલ છે, જેમાં હાલ ઉંચી ટાંકી 13.50 લાખ લીટર તેમજ 27 લાખ લીટરના 2 ભુગર્ભ સંપ આવેલ છે. જેનું બાંધકામ વર્ષ 1984માં કરવામાં આવેલ છે. ઉંચી ટાંકી તેમજ ભુગર્ભ સંપનું કન્સ્ટ્રકશન કર્યે 41 વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયેલ છે. અત્રેની શાખા દ્વારા ઉંચી ટાંકી તેમજ ભુગર્ભ સંપનો કન્સલ્ટન્ટ પાસે સ્ટ્રકચરલ સ્ટેબીલીટી ટેસ્ટ કરાવવામાં આવેલ, જેમાં કન્સલ્ટન્ટ દ્વારા ભુગર્ભ સંપ, ઉંચી ટાંકી, પંપ હાઉસનું સ્ટ્રકચર સારી કન્ડીશનમાં ન હોવાથી તે ડીમોલીશ કરવાનો અભિપ્રાય આપેલ છે. જે મુજબ (1) ગોરવાની ઉંચી ટાંકી જર્જરિત હોઇ હાલની હયાત ઉંચી ટાંકીથી પાણી વિતરણ કરવામાં આવતી નળીકાથી પાણી બંધ કરી પંપીગ દ્વારા ડાયરેક્ટ ડીલીવરી નળીકા નાંખવાનું/બાયપાસ કરવાનું કામ. (2) હયાત ઉંચી ટાંકી,ભુગર્ભ સંપ તેમજ પંપ હાઉસ,ટ્રાન્સફોર્મર રૂમને તબ્બકા ડીમોલીશ કરવાનું કામ. (3) નવીન 20 લાખ લિટરની ઉંચી ટાંકી, 80 લાખ લીટરના ભુગર્ભ સંપ, ફીડર નળીકા, પંપ હાઉસ,ટ્રાન્સફોર્મર રૂમ, ઇલે-મીકે પંપીગ મશીનરી અને તેને સંલગ્ન એસેસરીઝની કામગીરીના 3 વર્ષ (ચોમાસા સિવાય)નું કામગીરીના સમયમર્યાદાનું ઈલે-મીકે 5 વર્ષ 0&Mની કામગીરીનો અંદાજ અત્રેથી નિમણૂક કરેલ કન્સલ્ટન્ટ Ray Infrastructure Pvt.Ltd દ્વારા રૂ.24,32,59,730 (18% GST સહ)ને મંજૂરી આપેલ છે. સદર કામે નેટ અંદાજીત રકમ રૂ.20,48,28,116 માટે ભાવપત્રો મંગાવતા ચોથા પ્રયત્ને બે ઇજારદારનાં ભાવપત્ર આવેલ છે. લોએસ્ટ ઇજારદાર મે.ક્રિષ્ના કન્સ્ટ્રકશન કુ.નું મુળ અંદાજીત રકમ રૂ.20,48,28,116/+ (GST)થી 33.75% વધુ મુજબનું રૂ.27,39,57,605/-+ (GST)નું પર્સન્ટેજ ભાવપત્રને સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.

