Gujarat

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો

By GS TEAM
30 Nov 20251 min read
દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો

- મેથાણ પાસેથી દારૂની 90 બોટલ સાથે શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મેથાણ ગામ પાસેથી એક શખ્સ દારૂ લઈને જવાનો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પીએસઆઇ સહિતના સ્ટાફે મેથાણ ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને પોલીસે અટકાવીને તેની તપાસ કરી હતી. બાઈક ચાલક પાસે રહેલા થેલામાંથી દારૂની ૯૦ નાની બોટલો (કિંમત રૂ. ૯,૦૦૦) મળી આવી હતી. પોલીસે દારૂ અને બાઈક (કિંમત રૂ.૨૫,૦૦૦) સહિત કુલ રૂ.૩૪,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી સરતાજ ભાયાભાઈ રાઠવા (રહે. મેથાણ)ને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.