Gujarat

માલવણ બજાણા રોડ પરથી ઈંગ્લીશ દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂા. 3.41 લાખનો મુદ્દામાલ ઝડપાયો

By GS TEAM
23 Jun 20251 min read
માલવણ બજાણા રોડ પરથી ઈંગ્લીશ દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂા. 3.41 લાખનો મુદ્દામાલ ઝડપાયો

- રાજસ્થાનના કારચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી

સુરેન્દ્રનગર : બજાણા પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન માલવણ બજાણા રોડ પર રેલ્વે ફાટક પાસે બાતમીના આધારે પાટડથી માલવણ તરફ જતી એક કાર શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેની તલાસી લેતા ચાલકનું નામ અશોકકુમાર બાબુલાલ બિસ્નોઈ રહે.રાજસ્થાનવાળો હોવાનું જણાઈ આવ્યું હતું અને કારની તલાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૧૨ કિંમત રૂા.૮૧,૧૬૮ મોબાઈલ ફોન કિંમત રૂા.૧૦,૦૦૦, બોલેરો ગાડી કિંમત રૂા.૨.૫ લાખ સહિત કુલ રૂા.૩,૪૧,૧૬૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઝડપાયેલ શખ્સની વધુ પુછપરછ કરતા રાજસ્થાનના બાડમેર રહેતા રામસુખ ચૌધરીએ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપ્યો હોવાની અને ધ્રાંગધ્રા પાસે રહેતા ગુરૂભાઈએ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. આથી પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.