- નડિયાદ જિલ્લામાં તસ્કરોનો તરખાટ
- 13 મોબાઈલ અને સીસીટીવીનું ડીવીઆર સહિતના મત્તાની ઉઠાંતરી કરીને અજાણ્યા શખ્સો નાસી છૂટયા
નડિયાદ : નડિયાદ તાલુકાના વડતાલ ગામે જોળ રોડ પરના કોમ્પલેક્સમાં આવેલી રામદેવ સેલ્સની દુકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો ૧૩ મોબાઇલ, સીસીટીવીનું ડીવીઆર સહિતનો રૂપિયા ૨.૩૭ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વડતાલમાં સંજાયા રોડ પર રહેતા સંજયભાઈ કાંતિભાઈ વાળંદની જોળ રોડ ઉપર આવેલી હરિ દર્શન રેસીડેન્સીના કોમ્પ્લેક્સમાં રામદેવ સેલ્સ નામની ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દુકાન આવેલી છે. ગત શનિવારની રાત્રે અજાણ્યા તસ્કરો આ દુકાનનું શટરનું તાળું તોડી અંદર પ્રવેશી કિંમત રૂપિયા ૨,૩૨,૧૦૦ના ૧૩ મોબાઇલ, કિંમત રૂપિયા ૫, ૦૦૦નું સીસીટીવીનું ડીવીઆર સહિતનો રૂપિયા ૨,૩૭,૧૦૦નો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સંજયભાઈ કાંતિભાઈ વાળંદની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


