દારૂ, કાર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો : બે શખ્સ સામે ગુનો નોંધાયો
- સુંદરગઢ ગામેથી બે ગાડીમાંથી 500 લીટર દેશી દારૂ ઝડપાયો
હળવદ : તાલુકાના સુંદરગઢ ગામે બે ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દારૂ અને બે કાર મળીને કુલ રૂ ૧૫ લાખનો મુદામાલ કબજે લીધો છે. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ ડી સ્ટાફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના સુંદરગઢ ગામે બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં બોલેરો પીકઅપ અને થાર ગાડીમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દેશી દારુ (કિં.રૂ.એક લાખ), બોલેરો કાર (કિં.રૂ.ચાર લાખ) અને થાર કાર (કિં.રૂ. ૧૦ લાક) મળી કુલ રૂ.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા (રહે.સુંદરગઢ) અને અશ્વિન સાથેનો અજાણ્યો માણસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.