Get The App

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે 1 - image

સાયલાના સુદામડાની સીમમાંથી ગેરકાયદે પથ્થરની ખાણ ઝડપાઈ

ખાણ ખનીજની ટીમે વ્યાપક પ્રમાણ ચાલતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિને બીન વારસી દર્શાવતા કામગીરી સામે સવાલ

સાયલા -  સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી પથ્થરની ખાણમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે દરોડા પાડયા હતા. તંત્રની ટીમે સ્થળ પરથી ૨-મશીન, ૯-ડમ્પર, ૧-બોલરો પીકઅપ સહિતનો કુલ ૧૨ જેટલા વાહનોનો સહિત રૃ.ચાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો તમામ મુદ્દામાલ સુરેન્દ્રનગર ખાણ ખનીજ ઓફિસે લઈ જવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન એક્સપ્લોઝિવ પણ ઝડપાયું હતું જેની તપાસ સાયલા પોલીસ તપાસ કરશે તેમ ખનીજના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ચાલતી ખાણ પ્રવૃત્તિને બિન વારસી બતાવી ખાણમાં કેટલું ખોદકામ થયું છે એ બાબતે ખાણ માપવાની કામગીરી શરૃ કરવામાં આવી છે જે કામગીરી મોડી રાત સુધી ચાલતી હતી.

હાલના તબક્કે ખાણ અંદાજે ૫૦ ફૂટ કરતા ઊંડી ખોદેલી હોય તેવું જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ લાંબા સમયથી ખાણ ચાલતી હતી. ગેરકાયદેસર ખાણકામ એક્સ્કેવેટર મશીન માલિક (૧) રાજેશભાઈ નરશીભાઈ ચૌહાણ (રહે.સુદામડા, તા.સાયલા (૨) આલાભાઈ રત્નાભાઈ ગોહિલ તથા ગભરુભાઈ રત્નાભાઈ ગોહિલ (રહે.ઇશ્વરીયા, તા. સાયલા (૩) ભરતભાઈ વિહાભાઇ અલગોતર (રહે.જસાપર) દ્વારા કરવામાં આવતુ હોવાનું માલૂમ પડેલ છે. સ્થળ પર ઝડપાયેલા ડાઈવર પાસેથી પણ નિવેદન લેવાની કામગીરી હાલમાં શરૃ હતી.

આટલા મોટા પ્રમાણ ચાલતી ગેરકાયદે ખનન મામલે ખાણ ખનીજ વિભાગ નામ જાહેર નથી કરી ખનને બીન વારસી બતાવતા કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સ્થળ પર ઝડપાયેલા એક્સપ્લોઝિવ બાબતે ખનીજ વિભાગ પોલીસને રિપોર્ટ કરશે કે પછી તેમાં પણ ભીનું સંકેલસે તે પણ એક સવાલ છે

 

ડમ્પર માલિકોની યાદી

હિતેશભાઇ સોંડાભાઇ અલગોતર (સાયલા)

હિતેશભાઇ સોંડાભાઇ અલગોતર (કોઠારિયા, રાજકોટ)

સોંડાભાઇ હનુભા અલગોતર (કોઠારિયા, રાજકોટ)

જય સોમનાથ સ્ટોન ઇન્ડસ્ટ્રી (સાયલા)

અજિતસિંહ હેમુભા મોરી (સાયલા)

જય ઠાકર સ્ટોન (વિરમગામ)

જયપાલસિંહ અજિતસિંહ મોરી (સાયલા)

ચામુંડા સ્ટોન ઇન્ડસ્ટ્રી (સાયલા)

જયપાલસિંહ અજિતસિંહ મોરી (સાયલા)