Get The App

ગુજરાતના બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુડ ન્યૂઝ, સબસિડીમાં 50 હજારનો વધારો

Updated: Feb 20th, 2025

GS TEAM


Google News
Google News
Gujarat-Budget-2025


Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરુઆત થઈ ચૂકી છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાજ્યના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રાજ્યના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. 

નવા ઘર ખરીદવા પર સબસિડીમાં વધારો કરાયો 

રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની 1 લાખ 20 હજાર રૂપિયાની સહાયમાં મકાનદીઠ 50 હજાર રૂપિયાના માતબર વધારા સાથે 1 લાખ 70 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે.

નાણામંત્રીએ રજૂ કર્યું બજેટ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો છે.

ગુજરાતના બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે ગુડ ન્યૂઝ, સબસિડીમાં 50 હજારનો વધારો 2 - image

Tags :