Get The App

ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી

બેંકના મેનેજર સહિત ત્રણ સામે ગુનો ઃ બેની ાૃધરપકડ

Updated: Oct 29th, 2025

GS TEAM

Google News
Google News
ડીસીબી બેંકમાં નકલી સોનું ગીરવી મૂકીને રૃા.૧૮.૬૧ લાખની લોન આપી 1 - image

અંકલેશ્વર તા.૨૯ અંકલેશ્વરની ડી.સી.બી. બેંકમાં ગોલ્ડ લોનના નામે છેતરપિંડીનો ભાંડો ફૂટયો છે. અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલા અનમોલ પ્લાઝામાં સિૃથત ડી.સી.બી. બેંકના લોન મેનેજર અલય અમૃત વસાવાએ બે ગ્રાહકો સાાૃથે મળી નકલી સોનું મૂકીને કુલ રૃ.૧૬.૮૧ લાખની લોન લીાૃધી હોવાનો ભેદ ખૂલતા પોલીસે બે ભેજાબાજોને ઝડપી પાડયા છે.

પ્રાપ્ત વિગત મુજબ  લોન મેનેજર અલય વસાવાએ રાજપીપળા રોડ ઉપર સારંગપુર ગામના યોગેશ્વર નગરમાં રહેતા રતન મોહન કસોટીયા અને વિશાલ પ્રવિણ પઢીયાર સાાૃથે મળી સોનુ હોવાનુ બતાવી નકલી સોનુ મૂકી લોન મંજુર કરી હતી. આ બોગસ ગોલ્ડ લોનનો માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન તપાસમાં ખુલાસો ાૃથયો હતો, જેમાં જાણવા મળ્યુ કે તારણમાં મૂકાયેલુ સોનુ નકલી હતુ.

બેંકના ઉચ્ચ અિાૃધકારીઓએ આ છેતરપીંડી અંગે  અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ માૃથકે ફરિયાદ નોંાૃધાવી હતી.પોલીસે તપાસ હાાૃથ ાૃધરી રતન કસોટીયા અને વિશાલ પઢીયારને ઝડપી પાડયા છે, જ્યારે લોન મેનેજર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે  ગોલ્ડ લોન કૌભાંડમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહી તે અંગે તપાસ હાાૃથ ાૃધરવામાં આવી છે.



Tags :