જાંબુવા ગામના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી
દાગીના અને રોકડા મળીને ૩.૪૯ લાખની મતા લઇ જતા ચોર
વડોદરા,જાંબુવા ગામમાં રહેતા બરોડા ડેરીના સુપરવાઇઝરના મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી ગઇ હતી.
જાંબુવા ગામ રામજી મંદિરની સામે પટેલ ખડકીમાં રહેતા હિતેશકુમાર રજનીકાંત પટેલ બરોડા ડેરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેઓનું બીજું મકાન રામજી મંદિરની પાછળ છે.ગત ૭ મી તારીખે તેઓ બપોરે સાડા ત્રણ વાગ્યે નોકરી પર ગયા હતા. રાતે સાડા બાર વાગ્યે તેઓ નોકરી પરથી ઘરે પરત આવ્યા હતા. ત્યારબાદ પરિવાર સાથે સૂઇ ગયા હતા. રાતે તેમના મકાનમાંથી ચોર ટોળકી અઢી તોલાના સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા ૩૦ હજાર મળીને કુલ રૃપિયા ૩.૪૯ લાખની ચોરી કરીને ફરાર થઇ ગઇ હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.