Get The App

વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી 1 - image

Vadodara Theft Case : વડોદરાના પ્રતાપ નગરમાં રેલવે કોલોનીમાં રહેતા ચંપાબેન નાયકા રેલવે ઓફિસમાં ગ્રેડ વન પેન્ટર તરીકે નોકરી કરે છે. દિવાળીના તહેવારમાં નોકરી પરથી બપોરે 12:00 વાગે ઘરે આવી સંતાનો સાથે છોટાઉદેપુર વતનમાં ગયા હતા. બીજા દિવસે પાડોશી તથા સાથી કર્મચારી મારફતે ચોરીની જાણ થતા તેઓ તાત્કાલિક વડોદરા આવી ગયા હતા. ચંપાબેનને જોયું તો મકાનમાં સામાન વેર વિખેર હતો. તેમજ તિજોરીમાં લોકર પણ ખુલ્લું હતું. ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી 77,200 ની મતાની ચોરી થઈ હતી. ઘરમાંથી કઈ કઈ વસ્તુઓ ચોરી થઈ છે તે અંગેની તપાસ કર્યા બાદ ગઈકાલે તેમને આ અંગે ફરિયાદ આપી હતી.