Get The App

દાહોદમાં 'ગોળ ગધેડા'ના મેળાની શરૂઆત, યુવાનોને ગધેડા જેવો માર ખાવાની છે અનોખી પરંપરા

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
દાહોદમાં 'ગોળ ગધેડા'ના મેળાની શરૂઆત, યુવાનોને ગધેડા જેવો માર ખાવાની છે અનોખી પરંપરા 1 - image


Gol Gadheda Mela : રાજ્યમાં હોળી બાદ છઠ્ઠા દિવસે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડામાં વિશ્વ પ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો યોજાય છે, ત્યારે ગઈકાલે ગુરુવારે ઐતિહાસિક ગોળ ગધેડાના મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લા સહિત આસપાસના રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. આ મેળામાં આવતા હજારો લોકો દ્વારા ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડવામાં આવે છે. જ્યારે ચોકમાં સીમળાના થડ પર યુવાનો ચડવાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગોળ ગધેડાના મેળાનો પ્રારંભ

જેસાવાડા ગામ ખાતે યોજાયેલા ગોળ ગધેડાના મેળામાં આ વર્ષે રાજેશ કટારા નામના યુવકને સીમળાના થડ પર ચડવામાં સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. પરંપરાગત રીતે ઉજવવામાં આવતા આ મેળામાં વર્ષો પહેલા સફળ થતાં યુવકો પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કરી શકતો હતો, પરંતુ હવે આ પ્રથા બંધ કરવામાં આવી છે. 

આ પણ વાંચો: નર્મદામાં 21 કિલોમીટર લાંબી ઉત્તરવાહિની પરિક્રમાનો થશે પ્રારંભ, મોટા પાયે તૈયારી શરૂ

દાહોદ જિલ્લાના જેસાવાડા ગામ ખાતે યોજાતા ગોળ ગધેડાના મેળામાં આદિવાસી સહિત અનેક લોકો જોડાય છે. ગોળ ગધેડાના મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવે છે. જેમાં આશરે 25 થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી રાખવામાં આવે છે. આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો અને ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરે છે. જેમાં તેઓની નજર ચુકવી યુવાનો થાંભવા ઉપર ચઢવાનો પ્રયત્ન કરે છે અને યુવતીઓ તેમણે નેતરની સોટી મારીને રોકવાનો પ્રયત્ન કરે છે. 

Tags :