ઈસ્કોનથી ઓઢવ તરફ જઈ રહેલી આસ્ટોડીયા પાસે ડિવાઈડર દિવાલ સાથે અથડાતા BRTS બસમાં આગ
બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી, ત્રણને સામાન્ય ઈજા પહોંચી
અમદાવાદ,શનિવાર,31 મે, 2025
ઈસ્કોનથી ઓઢવ તરફ જઈ રહેલી બી.આર.ટી.એસ.ની ઈલેકટ્રિક બસ
આસ્ટોડીયા દરવાજા સર્કલની બોર્ડરડિવાઈડર દિવાલ સાથે અથડાતા બેટરી ફાટતા બસમાં આગ
લાગી હતી.બસમાં સવાર મુસાફરોએ બુમરાણ મચાવી નીચે ઉતરી ગયા હતા. ઘટનાને પગલે બસમાં
સવાર ત્રણ મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. સદનસીબે મોટી જાનહાની થતા અટકી ગઈ
હતી.
શનિવારે બપોરે ૨.૩૦ કલાકના સુમારે જેબીએમ-૩૬ નંબરની બસ
ઈસ્કોનથી ઓઢવ તરફ જઈ રહી હતી તે સમયે આસ્ટોડીયા દરવાજા પાસે બસના ડ્રાઈવરે કોઈ
કારણસર કાબૂ ગુમાવતા બસ રોડ ઉપરના ડિવાઈડર
ઉપર ધડાકાભેર દિવાલ સાથે અથડાઈ હતી.બસની બેટરી ફાટતા આગ લાગતા ધુમાડા નીકળવા
લાગ્યા હતા. બસમાં
સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની ફાયર કંટ્રોલને જાણ કરાતા ફાયર
વિભાગના ફાયર ફાઈટર સાથેના ત્રણ વાહનો સાથે કાફલો ઘટના સ્થળે આગ હોલવવા પહોંચી ગયો
હતો.બી.આર.ટી.એસ.નો હવાલો સંભાળતા દીપક ત્રિવેદીએ કહયુ,બસ ડ્રાઈવરે કયા
કારણથી બસ ઉપરનો કંટ્રોલ ગુમાવ્યો એ અંગે તપાસ કરવામાં આવશે.