Gujarat

ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપરનો જથ્થો ભરેલું ગોડાઉન પકડાયું

By GS TEAM
9 Feb 20262 mins read
ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપરનો જથ્થો ભરેલું ગોડાઉન પકડાયું

અમદાવાદ, સોમવાર

 યુવાનો દ્વારા સિન્થેટીક્સ ડ્રગ્સ અને ચરસ ગાંજા સહિતનો નશો કરવા ઉપયોગ કરતા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપરનો જથ્થો ભરેલા ગોડાઉનને વટવા પોલીસે પકડી પાડયું હતું.  ગોગો સ્મોકિંગ કોનના ૧.૫૦ લાખ નંગ સહિત ૯.૯૨ લાખનો જથ્થો ગોડાઉનમા સંતાડીને રાખ્યો હતો. પકડાયેેલો પ્રતિબંધિત ઝેરી પદાર્થ નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. પકડાયલો શખ્સ પાન પાર્લર, ચાની કિટલી તથા કરિયાણાની દુકાન તથા ગુજરાત બહાર પણ વેચતો હતો. વટવા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચરસ, ગાંજાના સેવન માટે વપરાતા ગોગો સ્મોકિંગ કોનપાન પાર્લર,કરિયાણાની દુકાન તથા ગુજરાત બહાર પણ મટીરીયલ્સનું હોલસેલમાં વેચાણ  ઃ વટવા પોલીસે  ગુનો નોધી આરોપીની ધરપકડ કરી

વટવા પોલીસ સ્ટેશનના હો.કો. અશોકભાઇએ વટવા પોલીસ સ્ટેશનમાં મણિનગર ઉત્તમનગર પાસે રહેતા અને વટવા ખાતે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં વ્યવસાય કરતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ચોક્કસ બાતમી આધારે આરોપીના ગોડાઉનમાં દરોડો પાડયો હતો અને પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપરના ગેરકાયદેસર જથ્થા સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

 પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ ગેરકાયદે વસ્તુઓના વેચાણ માટે જ ગોડાઉનની ખરાદી કરી હતી અને ગોડાઉનની બહાર પાનનો ગલ્લો પણ ચલાવતો હતો. જેથી ગ્રાહકને સરળતાથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર વેચી શકાય ત્યારે પોલીસે રૃા.૯.૯૨ લાખની કિમંતના ૧.૩૦ લાખ નંગ ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર સહીતનો મુદ્દામાલ પકડી પાડયો હતો. કે આરોપી પાનના ગલ્લે ચાની કીટલી તથા ગુજરાત બહાર પણ  ઝેરી પદાર્થનો હોલસેલમાં વેચાણ કરતો હતો.