Get The App

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારામારી

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારામારી 1 - image


Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામે આવેલી ગ્રામ પંચાયત કચેરી રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. પંચાયતની સામાન્ય સભા દરમિયાન વિકાસના કામોની ચર્ચામાં મામલો બિચકતા જૂથ અથડામણ અને છુટાહાથે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાવડી ખુર્દ ગ્રામ પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં ગામમાં કરવાના થતા વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન કોઈ મુદ્દે વાત વણસતા ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી અને જોતજોતામાં પરિસ્થિતિ કાબૂ બહાર જતાં બંને પક્ષો વચ્ચે છુટાહાથે મારામારી શરૂ થઈ ગઈ હતી. 


આ મારામારીની ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પંચાયતની ચાલુ સભામાં થયેલી આ મારામારીની સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.