Gujarat

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા

By GS TEAM
18 May 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)ના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ગોધરા હાઇવે પર આવેલા ભામૈયા ગામ પાસેથી પોલીસે એક કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી અંદાજે 86 લાખ રૂપિયાની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે વાવડી ખુર્દના બે શખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરા: SOGએ ₹86 લાખની વ્હેલ માછલીની ઊલટી સાથે બે શખસોને ઝડપી પાડ્યા

Godhra SOG Seizes Ambergris: પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)ના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ગોધરા હાઇવે પર આવેલા ભામૈયા ગામ પાસેથી પોલીસે એક કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી અંદાજે 86 લાખ રૂપિયાની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે વાવડી ખુર્દના બે શખસોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાઇવે પર વોચ ગોઠવી કારમાંથી ઝડપ્યો મુદ્દામાલ

મળતી માહિતી અનુસાર, ગોધરા એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-ગોધરા હાઇવે પરથી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)નો મોટો જથ્થો પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે ભામૈયા ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ કારને અટકાવીને તેની સઘન તપાસ કરવામાં આવતા કારમાંથી ગેરકાયદે રીતે લઈ જવાતો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો: કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ જપ્ત 

પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કારમાંથી કુલ 860 ગ્રામ શંકાસ્પદ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) મળી આવી છે. આંતરરાષ્ટ્રીય બજારના મૂલ્ય અનુસાર આ જથ્થાની કિંમત આશરે 86 લાખ રૂપિયા આંકવામાં આવી છે.  આ ગેરકાયદે હેરફેરના મામલે પોલીસે વાવડી ખુર્દ ગામના બે શખસોની અટકાયત કરી છે અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act) હેઠળ એમ્બરગ્રીસનો વેપાર કે હેરફેર કરવી એ ગંભીર ગુનો બને છે. પકડાયેલો જથ્થો શુદ્ધ એમ્બરગ્રીસ જ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના નિષ્ણાતોને બોલાવીને સેમ્પલ લેવામાં આવ્યા છે. આ શખસો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને વેચવાના હતા, તે દિશામાં એસ.ઓ.જી.ની ટીમ સંયુક્ત રીતે વધુ પૂછપરછ ચલાવી રહી છે.