Get The App

VIDEO: ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું 1 - image

Godhra News:  ગોધરા તાલુકા સેવાસદન ખાતે આજે અચાનક જ લિફ્ટમાં યાંત્રિક ખામી સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. લિફ્ટ અચાનક બંધ પડી જતા એક વ્યક્તિ તેની અંદર ફસાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સેવાસદનમાં કામ અર્થે આવેલ એક વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારે જ અચાનક લિફ્ટ ખોટકાઈ હતી અને અધવચ્ચે અટકી ગઈ હતી. લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો અને કર્મચારીઓ એકઠા થઇ ગયા હતા.

ઘટનાની ગંભીરતા પારખીને તાત્કાલિક ગોધરા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જવાનોએ જરૂરી સાધનો વડે લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલા વ્યક્તિને ભારે જહેમત બાદ સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો.VIDEO: ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું 2 - image

વ્યક્તિ સુરક્ષિત રીતે બહાર આવી જતા ઉપસ્થિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે થોડા સમય માટે સેવાસદનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.