Gujarat

ગોધરાના લાડપુર પાસે બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરાના લાડપુર પાસે  બુલેટ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે યુવકના મોત, એક ગંભીર

Godhra Accident News: ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બુલેટ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાટાપુર ગામના ત્રણ યુવાનો એક બુલેટ પર સવાર થઈને ગોધરા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાડપુર ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે તેમની બુલેટનો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બુલેટ પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રીજા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલકને પકડવાની તજવીજ શરૂ કરી છે. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.