Get The App

આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
આર્ટ્સમાં ગુંબજ માટે પાંચ કરોડનો ખર્ચ પણ  વિદ્યાર્થિનીઓ માટે નવો વોશરુમ બન્યો નથી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજ અને ઈમારતના સમારકામમાં પાંચ કરોડ રુપિયાથી વધારેનો ખર્ચ કરનાર યુનિવર્સિટી સત્તાધીશો છેલ્લા પાંચ  વર્ષમાં ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીઓ માટે એક નવો વોશરુમ બનાવી શક્યા નથી.આજે  આ મુદ્દે ફરી એક વખત ફેકલ્ટી ડીનની ઓફિસમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.વિદ્યાર્થીઓ ડીનની ઓફિસમાં બેસીને ભારે વિરોધ કર્યો હતો.

સ્ટુડન્ટસનું કહેવું છે કે, વિદ્યાર્થિનીઓ માટે ફેકલ્ટીમાં માત્ર એક જ કોમન વોશરુમ છે અને તે પણ દિવ્યાંગો માટેના વોશરુમના એક હિસ્સાને કન્વર્ટ કરીને બનાવાયો છે. કેટલાક વિભાગોમાં ગર્લ્સ વોશરુમ છે પણ તેના પર સ્ટાફ મોટાભાગે તાળા મારી રાખે છે.અન્ય ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીઓને તેનો ઉપયોગ કરવાની મંજૂરી મળતી નથી.જેના કારણે કેટલીક વખત વિદ્યાર્થિનીઓને હંસા મહેતા લાઈબ્રેરી કે અન્ય ફેકલ્ટીઓમાં વોશરુમ્સનો ઉપયોગ કરવા માટે જવું પડે છે.

સ્ટુડન્ટસે આગળ કહ્યું હતું કે, ફેકલ્ટીમાં સાફ સફાઈનો પણ અભાવ છે.વોશરુમ્સની બહાર જ કચરાના ઢગલા પડેલા જોવા મળે છે.વોશરુમ્સની સફાઈ પણ કરવામાં આવતી નથી.ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે પાયાની સુવિધાઓનો પણ અભાવ છે.