વડોદરાઃ દારૃની હેરાફેરી માટે પોલીસની આંખમાં ધૂળ નાંખવા દારૃની હેરાફેરી માટે નાના બાળક સાથે મહિલાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો નંદેસરી વિસ્તારમાં બન્યો છે.
નંદેસરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદેસરી બ્રિજ પાસે એક કારને રોકતાં તેમાં એક યુવતી બાળક લઇને બેઠી હતી.જ્યારે તેની સાથે અન્ય એક યુવતી પણ હતી.
પોલીસે કારમાંથી સચીન રોશનલાલ કશ્યપ(બિથ્મરા ગામ,હિસાર,હરિયાણા) તેમજ તેની સાથે પિન્કી રાહુલ મહાવીર પંચાલ(પવન પંચાલની પુત્રી) તેમજ તેની બહેન શિવાની પવન પંચાલ(બંને રહે. રામનગર સ્ટેશન પાસે,સોનીપત, હરિયાણા) ને ઉતારી અંદર તપાસ કરતાં રૃ.૭.૨૬ લાખની કિંમતની દારૃની ૨૬૪૦ બોટલ મળી આવી હતી.
પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાર અને મોબાઇલ કબજે લીધા છે.જ્યારે,દારૃ મોકલનાર સોનીપતના અરૃણ જાટ,દારૃ મંગાવનાર અને કારના માલિકને વોન્ટેડ જાહેર કર્યા છે.


