Get The App

વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ યુવતીઓ એલર્ટ, ભાયલીમાં ગરબામાં વિખુટી પડેલી સગીરાએ મદદ લીધી

Updated: Oct 9th, 2024


Google News
Google News
વડોદરામાં ગેંગરેપના બનાવ બાદ યુવતીઓ એલર્ટ, ભાયલીમાં ગરબામાં વિખુટી પડેલી સગીરાએ મદદ લીધી 1 - image


Vadodara Abhayam : વડોદરાના ભાયલી વિસ્તારમાં બનેલા ગેંગરેપના બનાવ બાદ યુવતીઓમાં સતર્કતા વધી છે અને ગ્રુપમાં સાથે રહેવા તેમજ અવાવરું સ્થળેથી એકલા આવજા કરવાનું ટાળી રહી છે.

ભાયલી વિસ્તારમાં ગઈકાલે એક ગરબા ગ્રાઉન્ડમાં યુવતીઓના ગ્રુપ સાથે આવેલી સગીરા ભૂલી પડી ગઈ હતી. તેની બહેનપણીઓ ચાલી જતા સગીરા એકલી પડી હતી. જેથી તેને હિંમતભેર કામ લઈ અભયમને ફોન કરી જાણ કરી હતી.

અભયમની ટીમે યુવતીનું લોકેશન તેમજ અન્ય વિગતો મેળવી તરત જ પોલીસ સાથે એક ટીમ રવાના કરી હતી. સગીરાને શોધી કાઢ્યા બાદ વાનમાં સુરક્ષિત રીતે તેને ઘેર પહોંચાડવામાં આવી હતી.

Tags :