જમીનની ગૂંચને કારણે સે-૮માં કન્યા છાત્રાલયનો પ્રોજેક્ટ છ વર્ષથી ટલ્લે

કન્યા શાળા અને છાત્રાલય એક જ બિલ્ડીંગમાં કાર્યરત
૨૦ કરોડની જોગવાઇ છતા સ્ટાફ ક્વાટર્સ તોડીને અનુસૂચિત જાતિના કન્યા છાત્રાલયના નિર્માણનો પ્રારંભ થઇ શક્તો નથી
આ પ્રોજેક્ટ માટે ૨૦૧૯માં અંદાજિત ૨૦ કરોડ રૃપિયાના ખર્ચ
સાથે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી,
પરંતુ જમીનના માલિકી હક્કની ગૂંચવણને લીધે ડ્રોઈંગ તૈયાર થયા નથી કે નિર્માણ
કાર્ય શરૃ થયું નથી. ૨૦૨૪-૨૫ના બજેટમાં પણ આ યોજના માટે જોગવાઈ કરવામાં આવી હતી
પરંતુ સમસ્યા યથાવત રહી છે. હાલમાં,
કન્યા છાત્રાલય અને શાળા એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે.
આ ઉપરાંત, શહેરમાં દાયકાઓ જૂના સરકારી આવાસો અને બિલ્ડિંગો જર્જરિત થઈ રહ્યા છે. આવા મકાનોનું સમયાંતરે નવીનીકરણ અથવા તોડકામ કરવામાં આવે છે. સેક્ટર-૮ના સ્ટાફ ક્વાર્ટર્સ પણ સાડા ત્રણ દાયકા જૂના થઈ ગયા છે અને હવે જોખમી બન્યા છે. આ જગ્યાએ નવું છાત્રાલય બનાવવાની યોજના હોવા છતાં, વહીવટી અડચણો અને જમીનના મુદ્દાઓએ પ્રોજેક્ટને અટકાવ્યો છે. સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી વધી રહી છે, કારણ કે વિદ્યાર્થીઓને યોગ્ય રહેવાની અને અભ્યાસની સુવિધાઓ મળતી નથી. સંબંધિત વિભાગો દ્વારા ઝડપથી આ મામલે સંકલન કરી, પ્રોજેક્ટની કામગીરી શરૃ કરવાની માંગ ઉઠી રહી છે.








