Gujarat

વડોદરાના અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

By GS TEAM
5 May 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક અજાણી યુવતીની ક્રૂર હત્યા થયેલી ચાદરમાં લપેટેલી લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

Vadodara Crime : વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક અજાણી યુવતીની ક્રૂર હત્યા થયેલી ચાદરમાં લપેટેલી લાશ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 પ્રાપ્ત માહિતી મુજબ અંકોડિયાની સીમમાં ઝાડીઓમાંથી પસાર થતા લોકોને એક શંકાસ્પદ ચાદર દેખાઈ હતી, જેની તપાસ કરતા અંદરથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો જોવા મળ્યો હતો, જે હત્યા તરફ સ્પષ્ટ ઈશારો કરતો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

 પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલમાં આ યુવતી કોણ છે અને ક્યાંની છે તે જાણવા માટે પોલીસે ઓળખ પ્રક્રિયા હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવા માટે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે.