Gujarat

સોશ્યલ મીડિયા પર બનાવેલા ફેક એકાઉન્ટમાં Call Me..ના મેસેજથી યુવતી પરેશાનઃબીભત્સ કોલ્સનો મારો

By GS TEAM
26 Jun 20251 min read
સોશ્યલ મીડિયા  પર બનાવેલા ફેક એકાઉન્ટમાં Call Me..ના મેસેજથી યુવતી પરેશાનઃબીભત્સ કોલ્સનો મારો

વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારની એક યુવતીના ફોટા સાથે સોશ્યલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવનાર ભેજાબાજે અશ્લીલ ફોટા અને મેસેજો મુકતાં યુવતી પરેશાન થઇ ગઇ હતી.જેથી સાયબર સેલમાં ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઇ છે.

નોકરીયાત યુવતીએ કહ્યું છે કે,ગઇ તા.૧૫મી એપ્રિલે મને અજાણ્યા શખ્સે ફોન કરી તમારો કોન્ટેક્ટ ક્યારે કરું તેમ પૂછ્યું હતું.ત્યારબાદ આવા કોલ્સ અને મેસેજો આવવા માંડતા તપાસ કરી હતી.જે દરમિયાન મારા અને મારી ફ્રેન્ડના ફોટો મૂકીને કોઇએ ફેક એકાઉન્ટ બનાવી કોલ મી..જેવા મેસેજો મુક્યા હોવાનું જણાઇ આવ્યું હતું.

ફેક એકાઉન્ટ બનાવનારે કોઇના ન્યૂડ ફોટા પણ મૂક્યા હતા.આખરે સાયબર સેલને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.