Get The App

અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, પરિવારજનોને આપી ધમકી

Updated: Mar 20th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, પરિવારજનોને આપી ધમકી 1 - image

Misdemeanor In Amreli: અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાની યુવતીનો આરોપ છે કે, 'મહેશ ઝાખરા નામના વ્યક્તિએ શુટિંગના બહાને રાજુલા અને અમદાવાદ સહીત અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું'. સમગ્ર ઘટના મુદ્દે યુવતીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આરોપીએ યુવતીની તસવીરો વાઈરલ કરવાની આપી ધમકી

યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી મહેશ ઉર્ફે જાની હરિશંકર ઝાખરાએ યુવતીને સિંગર બનાવવાની લાલચ આપી હતી અને અમદાવાદ અને રાજુલાના એક રહેણાંક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની મરજી વિરુદ્ધ આ કૃત્ય અનેકવાર કરવામાં આવ્યું હતું. આરોપીએ યુવતીની નગ્ન હાલતમાં તસવીરો ખેંચી તે વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

યુવતી દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે અને પોલીસે આરોપી મહેશભાઈ ઝાખરાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, પરિવારજનોને આપી ધમકી 2 - image