Get The App

સુરતમાં ફરી એકવાર યુવતી તરૂણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઇ, પોલીસે જલગાંવથી પકડી પાડ્યા

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં ફરી એકવાર યુવતી તરૂણને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગઇ, પોલીસે જલગાંવથી પકડી પાડ્યા 1 - image


Surat News: સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગયા બાદ ગર્ભવતી બન્યાનો બનાવ હજુ સુધી ભૂલાયો નથી. ત્યાં તો આવી જ ઉલ્ટી ગંગાનો વધુ એક કિસ્સો સુરતના લીંબાયત વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરતા પોણા અઢાર વર્ષના તરુણને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને 'હું કંઈ કરી લઈશ' તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી.

આ પણ વાંચો: ‘મારી લાઇફ બગાડી... મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો...’ સુરતમાં યુવકનો પત્નીના ત્રાસથી આપઘાત, વીડિયો બનાવી ઠાલવી હૈયાવરાળ

આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત 27 માર્ચ 2025ના રોજ જ્યારે મારા કામ પર માતાવાડી ખાતે હાજર હતો. તે વખતે મારી પત્ની સુનીતાનો મને ફોન આવ્યો હતો કે,“આપણો છોકરો સાઇરાજ બપોરના આશરે બારેક વાગ્યાથી ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર તેનો મોબાઇલ ફોન ઘરે જ મુકીને ક્યાંક ચાલ્યો ગયો છે અને હજુ સુધી ઘરે પરત આવ્યો નથી.” ત્યારબાદ ઘરે આવીને આસપાસ તથા સગા સંબંધી ત્યાં પૂછપરછ અને શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતાં પોલીસે મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 

વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જેન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ. 25 હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા. આ તરફ હવે સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં આ 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહરાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.



Tags :