Gujarat

ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી કોડકી ગામની યુવતી સાથે 8.40 લાખની ઠગાઇ

By GS TEAM
8 Oct 20252 mins read
ઘર બેઠા રૂપિયા કમાવાની લાલચ આપી કોડકી ગામની યુવતી સાથે 8.40 લાખની ઠગાઇ

ડીજીટલ વોલેટ બંધ છે ચાલુ કરવા રકમ વિડ્રો કરવા માટે બહાના બતાવી નાણા મેળવી લીધા 

ભુજ: ભુજ તાલુકાના કોડકી ગામના યુવતી સાથે ઘર બેઠા પાર્ટ જોબ કરીને રૂપિયા કમાવવાની લાલચ આપીને ઠગબાજોએ મહિલા પાસેથી રૂપિયા ૮,૪૦,૪૯૬ જેટલી રકમ પડાવી લઇ છતરપીંડી વિશ્વાસઘાત કરવામાં આવતાં સાયબર ક્રાઇબ બોર્ડર રેન્જ ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ છે. 

કોડકી ગામે રહેતા ફરિયાદી વિપુલભાઇ કાનજીભાઇ વરસાણીએ જણાવ્યું હતું. કે, છેતરપીંડીનો બનાવ તેમના કોડકી ગામે રહેતા સાળી ભક્તિબેન જાદવાભાઇ હિરાણી સાથે ૨૯ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન બન્યો હતો. ફરિયાદીના સાળી ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઇ રહ્યા હતા. ત્યારે પાર્ટ ટાઈમ જોબ કરી પૈસા કમાવવાની એક જાહેરાત આવી હતી, જેના પર ક્લિક કરતાં એક વોટ્સએપના નંબર પરથી એક લિંક તેમને મળી હતી. જેમાં રિવ્યુ આપી સ્ક્રીનશોટ મુકવા જણાવાયું હતું. બાદમાં ફરિયાદીના સાળીએ સ્ક્રીનશોટ વોટ્સએપમાં મુક્યો હતો. જેમાં ૨૦૦ રૂપિયા જીત્યા હોવાનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ એક ટેલીગ્રામ આઇડી ખુલ્લી હતી. જેમાં આઇડી ધારકે લીંક આપી હતી. જેમા યુઝર આઇડી પાસવર્ડ મળ્યા હતા. જેમાંથી લોગીન કરવાથી જીતેલા રૂપિયા ડીજીટલ વોલેટમાં જમા થશે તેવું જણાવાયું હતું. ફરિયાદીના સાળીએ રૂપિયા ઉપાડવાની કોશીશ કરતાં ટેકનીકલ કારણોસર ડીજીટલ વોલેટ બંધ થઇ ગઇ હોવાનું સામે આવ્યું હતું. જે ચાલુ કરવા રૂપિયા ભરવા પડશે તેવું ધૂતારાઓએ જણાવ્યું હતું. જેમાં અલગ અલગ ખાતામાં રૂપિયા ૮,૪૦,૪૯૬ ભર્યા બાદ તે રૂપિયા ઉપાડવાની ફરિયાદીના સાળીએ કોશીશ કરતાં ઠગબાજોએ ૬૮ ટકા ચાર્જ ભરવાનું કહ્યું હતું. જેથી ફરિયાદીના સાળીને પોતે છેતરાયા હોવાનું ભાન થતાં સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.