Get The App

બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
બેવફા પ્રેમીએ અંગત પળનો વીડિયો વાયરલ કરી દેતા યુવતીએ ઝેર પીધું 1 - image


સોશ્યલ મીડિયા મારફતનો પરિચય પ્રેમમાં પલટાયો હતો : રૂ. 10,000 માંગતા જેતપુરના પાંચ પીપળા ગામના યુવક સામે સાઇબર એક્ટ, હેઠળ ફરિયાદ

જેતપુર, : જેતપુર તાલુકાના પાંચપીપળા ગામના એક શખ્સે પ્રેમીકા પાસેથી રૂ. 10,000 પડાવવા માટે અંગત પળોનો વીડિયો વાયરલ કરી દેતા સમાજમાં આબરૂં જવાના ડરે યુવતીએ ઝેરી દવા પી લેતા સરકારી હોસ્પિટલમાં દાખલ થઇ છે. પોલીસે આરોપી શખ્સ સામે સાયબર એક્ટ, બ્લેક મેઈલિંગની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી.

જેતપુર સીટી પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચપીપળા ગામે રહેતા રીકીન મકવાણા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર મીત્રતા બંધાઇ હતી. મિત્રતા પ્રેમમાં પરિણમી અને સાથે રહેવાના વચને બંધાયા બાદ યુવતીએ શખ્સને તેનું સર્વસ્વ સોંપી દીધું હતું. પણ આ શખ્સે વીડિયો બનાવી લીધો હતો. જેમાં થોડા સમય બાદ મીત્ર શખ્સે અસલીરૂપ બતાવી યુવતી પાસે પૈસા પડાવવા અંગત પળનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. અને યુવતી પાસે દસ હજાર રૂપિયાની માંગણી કરી પરંતુ શ્રમિક પરિવારની હોવાથી દસ હજાર રૂપિયા તેના માટે દસ લાખ બરાબર હતા. એકબાજુ પૈસાની માંગણીની સતત ધમકી બીજી બાજુ શ્રમિક પરિવાર હવે શું કરવું? પૈસા ક્યાંથી કાઢવા આ વિચારમાં ચિંતાતુર હતી. ત્યાં સોશ્યલ મીડિયા પર યુવકે યુવતી સાથેના અંગત પળનો વીડિયો વાયરલ કરી દીધો હતો.

એ પછી જીવવું કેમ તે વિચારમાં યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. જેની ઘરમાં જાણ થતા તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી. દરમિયાન શ્રમિક પરિવારને પુત્રીનું શોષણ અને બ્લેક મેઇલીંગની જાણ થતા તરત જ પોલીસે રીકીન સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

Tags :