For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી,વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફ ગમગીન

આ સ્કુલનું સંચાલન કેબીનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા કરી રહ્યા છે

વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહેતી હતી અને 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી

Updated: Jan 24th, 2023

વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી,વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફ ગમગીન
image- envato


રાજકોટ, 24 જાન્યુઆરી 2023 મંગળવાર

ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સ્કૂલમાં એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાંની ઘટના સામે આવી છે. રાજકોટના વિંછીયાની આદર્શ સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

વિદ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની હતી
રાજકોટના વિંછીયામાં સ્થિત આદર્શ સ્કૂલ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે. આ સ્કૂલ કેમ્પસમાં 10મા ધોરણની વિદ્યાર્થીની ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. સ્કૂલના સત્તાધિશોને જાણ થતાં વિદ્યાર્થીનીને નીચે ઉતારવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીની વિંછીયા તાલુકાના છાસીયા ગામની રહેવાસી હતી. તે આશ્રમ હોસ્ટેલમાં રહીને ધોરણ 10માં ભણતી હતી. 

વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આત્મહત્યાનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સ્કુલનું સંચાલન કેબીનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા કરી રહ્યા છે. બનાવના પગલે વિદ્યાર્થીઓ અને સ્કુલ સ્ટાફમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

Gujarat